કેનેરા બેંકમાં એપ્રેન્ટિસ ભરતી 2025 Canara Bank Bharti 2025
Canara Bank Apprentice Recruitment 2025: ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક, કેનેરા બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંગલુરુ સ્થિત આ બેંકે દેશભરમાં 9800 થી વધુ શાખાઓમાં કુલ 3500 એપ્રેન્ટિસ તાલીમ જગ્યાઓ માટે યોગ્ય ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવી છે.
Canara Bank Apprentice Recruitment 2025: અગત્યની તારીખો
વિગત
તારીખ
NATS પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ
22 સપ્ટેમ્બર 2025
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ
23 સપ્ટેમ્બર 2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
12 ઓક્ટોબર 2025
Canara Bank Apprentice Recruitment 2025: સ્ટાઈપેન્ડ
પસંદ થયેલ ઉમેદવારોને એપ્રેન્ટિસશિપના સમયગાળા દરમિયાન દર મહિને ₹15,000/- (₹10,500 બેંક દ્વારા + ₹4,500 સરકાર દ્વારા DBT મારફતે) સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.
કેનેરા બેંક એપ્રેન્ટિસ ભરતી 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
સૌપ્રથમ, ઉમેદવારોએ NATS એપ્રેન્ટિસશિપ પોર્ટલ (www.nats.education.gov.in) પર પોતાની પ્રોફાઇલ પૂર્ણ કરવી પડશે અને એક એનરોલમેન્ટ આઈડી મેળવવો પડશે.
ત્યારબાદ, કેનેરા બેંકની સત્તાવાર વેબસાઇટ www.canarabank.com પર જાઓ.
“Careers” > “Recruitment” > “Engagement of Graduate Apprentices 2025” પર ક્લિક કરો.
જરૂરી વિગતો ભરીને અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને અરજી ફોર્મ સબમિટ કરો.
જો લાગુ પડતી હોય તો અરજી ફી ઓનલાઈન ચૂકવો.
ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ સાચવી રાખો.
Canara Bank Apprentice Recruitment 2025: અગત્યની લિંક્સ