આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકે કાયમી ભરતી કરવી જોઈએ : સુપ્રીમ

આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કેસરકાર બંધારણીય નોકરીદાતા છે અને આઉટસોર્સિંગ પર લોકોને નોકરી પર રાખીને તેમનું શોષણ કરી શકે નહીં. સરકાર નાણાકીય તંગી અથવા ખાલી જગ્યાઓના અભાવને ટાંકીને લાંબા ગાળાના એડહોક કર્મચારીઓને નિયમિત કરવાનો અથવા મૂળભૂત પગાર સમાનતાનો ઈનકાર કરી શકે નહીં.

નાણાભીડને ટાંકીને આવા કર્મીઓને નિયમિત કરવાનો ઇનકાર ના કરી શકે.

ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે તાજેતરના ચુકાદામાં અવલોકન કર્યા હતાં કે નોકરી સહજ રીતે કાયમી હોય તેવા કિસ્સામાં અનિશ્ચિતતા ટકાવી અને નિષ્પક્ષ કાર્યપદ્ધતિની અવગણના કરવાની એક ઢાલ તરીકે આઉટસોર્સિંગનો ઉપયોગ કરી શકાય નહીં. સરકાર (અહીં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને) માત્ર બજારની ખેલાડી નથી, પરંતુ એક બંધારણીય નોકરીદાતા છે. જેઓ સૌથી મૂળભૂત અને સતત સરકારી ફરજો બજાવે છે તેવા લોકોના ભોગે પોતાનું બજેટ સંતુલિત કરી શકે નહીં.

જો કોઈ કામગીરી લાંબા સમય સુધી ચાલતી હોય તો સરકારે તે મુજબ કર્મચારીઓના સંખ્યાબળને મંજૂરી આપવી જોઈએ અને ભરતી કરવી જોઈએ

લાંબા સમય સુધી કામચલાઉ કર્મચારીઓથી જાહેર વહીવટમાં જનતાના વિશ્વાસનું ધોવાણ થાય છે.

ઉત્તર પ્રદેશ હાયર એજ્યુકેશન સર્વિસ કમિશનના રોજિંદા વેતન આધારિત કર્મચારીઓની અપીલની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતો. કમિશને નાણાકીય તાણ અથવા ખાલી જગ્યાઓનો અભાવ જેવા કારણોસર તેમને નિયમિત કરવાનો ઇનકાર કર્યો હતો.

ન્યાયાધીશ નાથે જણાવ્યું હતું કે નિયમિત નોકરીઓ પર લાંબા સમય સુધી કામચલાઉ કર્મચારીઓ રાખવાથી જાહેર વહીવટમાં લોકોના વિશ્વાસનું પોવાણ થાય છે અને તેનાથી સમાન સુરક્ષાના હકનું પણ હનન થાય છે.

આ પણ વાંચો  ફ્રી ગેસ કનેક્શન : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના Free GAS Connection Online Apply 2024

સરકારી ભરતી વિશે માહિતી મેળવવા અહીં ક્લિક કરો

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment