8th Pay Commission: મોદી સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ખુશખબર આપી છે. તેણે ગુરુવારે જાહેરાત કરી હતી કે લાખો કર્મચારીઓના પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા માટે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુલાસો કર્યો કે, દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આઠમાં પગારપંચમાં કર્મચારીઓને ‘બખ્ખા’ થવાની શક્યતા નથી
નવા પગારપંચમાં સાતમાં પગારપંચ જેટલો પગાર વધારો નહીં થાયઃ કેન્દ્ર સરકાર રાજયોની પણ ચિંતા કરી રહી છે
દેશમાં ફરી એક વખત આઠમા પગાર પંચની ચર્ચા શરૂ થઈ છે અને સરકારે હજુ તેમાં નવા પગાર પંચની રચનાનું જાહેરનામુ પણ બહાર પાડયું નથી.
અગાઉ પણ મોદી સરકારે નવા પગારપંચની રચના અંગે બહુ ઉત્સાહ દાખવ્યો ન હતો પરંતુ ચૂંટણીના રાજકારણે સરકારને નવા પગારપંચની રચનાની જાહેરાતની ફરજ પાડી તે બાદ હજુ એક ડગલુ આગળ વધી નથી.
તે વચ્ચે ટોચના સરકારી સુત્રના જણાવ્યા મુજબ આઠમુ પગારપંચ એ કર્મચારીઓ માટે એટલો લાભ નહીં લાવે જેટલો સાતમા પગારપંચ મારફત મળ્યો હતો સરકારે એવું વિચારે છે કે કર્મચારીઓના પગારની એક મર્યાદા આવી ગઈ છે.
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો,
2027માં 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની જાહેરાત એક મોટી રાહત બની રહેવાની આશા હતી, પરંતુ આ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબથી તેમની ચિંતામાં વધારો થયો છે.
કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચની ભલામણોનો લાભ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચની ભલામણો 2027ના અંત અથવા 2028ની શરૂઆતમાં જ લાગુ થઈ શકશે. સરકારે જાન્યુઆરી 2025માં પંચની રચનાની જાહેરાત કરી હોવા છતાં, અધ્યક્ષ અને સભ્યોની સત્તાવાર નિમણૂક તેમજ કાર્યની રૂપરેખા (ToR) હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જેના કારણે આ વિલંબ થવાની શક્યતા છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રાહ વધુ લાંબી બની રહી છે. જોકે સરકારે જાન્યુઆરી 2025માં પંચની રચનાની જાહેરાત કરી હતી, પરંતુ છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેની સત્તાવાર રચના થઈ નથી. આ વિલંબને કારણે, એવું માનવામાં આવે છે કે ભલામણો લાગુ થવામાં 2027ના અંત અથવા 2028ની શરૂઆત સુધીનો સમય લાગી શકે છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું છે કે સત્તાવાર સૂચના ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. કર્મચારીઓમાં વધતી મોંઘવારી વચ્ચે પગાર વધારાની ચિંતા વધી છે.
વિલંબ પાછળના કારણો
8મા પગાર પંચની રચના જાન્યુઆરી 2025માં જાહેર કરવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયા હજુ સુધી આગળ વધી શકી નથી. અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કે કાર્યની રૂપરેખા (ToR)ની સત્તાવાર જાહેરાત ન થવાને કારણે પંચનું કાર્ય શરૂ થઈ શક્યું નથી. 7મા પગાર પંચના ઉદાહરણને જોતાં, જેની જાહેરાતથી અમલીકરણમાં લગભગ 2 વર્ષ અને 9 મહિનાનો સમય લાગ્યો હતો, આ વખતે પણ લાંબી પ્રક્રિયા થવાની શક્યતા છે. આ કારણોસર, ભલામણો 2027ના અંત સુધી કે 2028ની શરૂઆતમાં જ લાગુ થવાની સંભાવના છે.
સરકાર અને કર્મચારીઓની સ્થિતિ
નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું કે સરકારને વિવિધ પક્ષો તરફથી સૂચનો મળ્યા છે અને ટૂંક સમયમાં સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પંચ તેની ભલામણો સમયસર આપશે.
બીજી તરફ, 10 વર્ષના ચક્ર મુજબ 7મું પગાર પંચ 2016માં લાગુ થયું હતું, અને નવું પંચ 2024-25માં આવવાનું હતું. પરંતુ આ વખતે થયેલા વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરો, ખાસ કરીને વધતી મોંઘવારીના માહોલમાં, ચિંતિત છે. જોકે, એવું જરૂરી નથી કે 8મા પગાર પંચની સમયરેખા 7મા પગાર પંચ જેવી જ રહે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં વિલંબ નિશ્ચિત જણાઈ રહ્યો છે.
Good 👍🏼