Lok Sabha Elections 2024લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ભાજપ કેન્દ્રીય સમિતિની મહlત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરા કરી છે. જ્યારે ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. 

ગુજરાતમાં લોકસભા માટે અમિત શાહ સહિત આ 15 ઉમેદવારો જાહેર

 

ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના આ ઉમેદવારોના નામ

•કચ્છ –વિનોદભાઈ લંબાસી

•બનાસકાઠાં – શ્રીમતી રેખાબેન હિતેશભાઈ ચૌધરી

•પાટણ – ભરત ડાભી

•ગાંધીનગર – અમિત શાહ

•અમદાવાદ પશ્ચિમ – અ.જા. દિનેશભાઈ મકવાણા

•રાજકોટ – પુરષોત્તમ રૂપાલા

•પોરબંદર – મનસુખભાઈ માંડવીયા

•જામનગર – પૂનમબેન માડમ

•આણંદ – મિતેશ રમેશ પટેલ

•ખેડા – દેવુંસિંહ ચોંહાણ

•પંચમહાલ – રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ

•દાહોદ – જશવંતસિંહ ભાંભોર

•ભરૂચ – મનસુખભાઈ વસાવા

•બારડોલી – પ્રભુભાઈ વસાવા

•નવસારી – સી.આર.પાટીલ

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.

List Download

આ પણ વાંચો  Junagadh Municipal Corporation Recruitment 2022 | Apply for Veterinary Doctor, Station Fire Officer, Sub Fire Officer Post